માટીના ગણેશઃ ઘરમાં સ્થાપન-ઘરમાં જ વિસર્જન, લોકજાગૃતિના સંદેશ સાથે પોરબંદરની સરકારી શાળાના બાળકોનું અભિયાન - Government School
પોરબંદર: દેશભરમાં કોરોનાનો કહેર ચાલુ છે, ત્યારે દર વર્ષે ભારતમાં ગણેશ મહોત્સવ ધૂમધામથી ઊજવાય છે અને ગણેશજીની મોટી પ્રતિમાઓ બનાવી અને દરિયામાં વિસર્જિત કરવામાં આવે છે. જેનાથી દરિયાઈ જીવને નુકસાન થાય છે. આ નુકશાન રોકવા અને કોરોનાથી બચવા માટે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ આદિત્યાણા ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ મનીષભાઈ બરેજા અને સ્ટાફના શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના 75 જેટલા બાળકોએ પોતાના ઘરે જ માટીના ગણેશ બનાવ્યા હતા અને તેના ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા. આમ, એક અભિયાન ચલાવ્યું છે. જેમાં મિટ્ટી કે ગણેશનું ઘરમાં સ્થાપન અને ઘરમાં જ વિસર્જનનો સંદેશો બાળકોએ આપ્યો હતો. આ બાળકોના માતા-પિતાએ પણ બાળકોના આ કાર્યને સરાહનીય ગણાવી બિરદાવ્યું હતું.