મોરબી કોંગ્રેસે સાઇકલ રેલી યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો - મોરબી કોંગ્રેસનો વિરોધ
મોરબીઃ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે મોરબી જિલ્લા કોંગ્રેસે સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસ અગ્રણી કિશોર ચીખલીયા, મુકેશ ગામી, લલિત કગથરા, કાંતિલાલ બાવરવા અને કે.ડી.પડસુંબીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. કોંગ્રેસ કાર્યાલયથી શરૂ કરવામાં આવેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી. જ્યાં કોંગ્રેસે ભાવ વધારાને લઇને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.