વડોદરા શહેર કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા યોજ્યા કાર્યક્રમો - પેટ્રોલ
વડોદરાઃ મોંઘવારી મુદ્દે કોંગ્રેસે વધુ એક વખત સરકાર સામે બાંયો ચઢાવી છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં મોંઘવારી સહિતના પ્રજાકીય પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં મિલકત વેરા માફી, પેટ્રોલ-ડીઝલમાં કરાયેલા ભાવ વધારો પાછો ખેંચવા અને વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવા સહિતના પ્રજાકીય પ્રશ્નો અંગે માગ કરી હતી.