વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે: હેલીપેડથી ઝાયડસ સુધીનો માર્ગ પોલીસ છાવણીમાં ફેરવાયો - અમદાવાદ લોકડાુન
અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝાયડ્સની મુલાકાતને લઈને તૈયારીઓ જોરશોરમાં હતી. ત્યારે પોલીસનો પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રુટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. પીએમ મોદીનું હેલિકોપ્ટર જ્યાં લેન્ડ થશે, ત્યાંથી ઝાયડ્સ સુધીનો માર્ગ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. પીએમ મોદી એરપોર્ટથી ચાંગોદર સુધીનો માર્ગ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવશે.