વડોદરાના વિસ્થાપિતો દ્વારા ભાડા અંગે સાંસદ રંજન ભટ્ટને રજૂઆત - વડોદરાના વિસ્થાપિતો
વડોદરા: વારસિયા સંજયનગરના વિસ્થાપિતોનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. આવાસો ફાળવવા તેમજ 6 મહિનાના બાકી ભાડા આપવાની માગ સાથે સંજયનગરના વિસ્થાપીતોએ તંત્ર સામે બાંયો ચઢાવી છે. જે અંતર્ગત સોમવારે સંજયનગરના વિસ્થાપીતોનો મોરચો સામાજિક કાર્યકર પ્રભુ સોલંકીની આગેવાનીમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેમણે સાંસદ રંજન ભટ્ટને ભાડું તથા આવાસોની ફાળવણી જલ્દી કરવા માટે રજૂઆત કરી હતી.