વડોદરાનાં છાણી વિસ્તારમાં પોલીસની દબંગગીરી, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે - corona latest news in india
વડોદરાઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસોની સંખ્યા 512 પર પહોંચી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેરને લઈને 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે વડોદરામાં લોકડાઉન દરમિયાન છાણી પોલીસની બર્બરતા સામે આવી છે. છાણી પોલીસે ગુરુદ્વારામાં ઘુસીને સેવકોને માર માર્યો હતો અને સેવકો સાથે માથાકૂટ પણ કરી હતી. સેવકોને ગુરુદ્વારામાં પુરાઇ રહેવા માટે દબાણ કર્યું હતું. કલમ-144નો ભંગ કરતા હોવાનો ગુરુદ્વારાના સેવકો પર આક્ષેપ લગાવ્યો હતો. છાણી પોલીસ દ્વારા ગુરુદ્વારાના સેવકોને માર મારતાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.