પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન - Police personnel
ભાવનગર : મહાનગરપાલિકાની ચૂંટણીની 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે હોમગાર્ડ અને જીઆરડી જવાનોની પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના 13 વૉર્ડ માટે યોજાનારી ચૂંટણીમાં ફરજ પરના જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના પોલીસ જવાનોએ બેલટ પેપરથી મતદાન કર્યું હતું. બેલેટ પેપર મતદાનમાં કુલ પોલીસના 624 જવાનો, હોમગાર્ડના 51 તથા જીઆરડીના 16 જવાનોએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.