ટંકારામાં જીવના જોખમે બાળકોના જીવ બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કર્યું - રેંજ આઈજી સંદીપસિંહ
મોરબી : જીલ્લામાં ગત તા. ૧૦ અને ૧૧ ના રોજ થયેલા ભારે વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે ટંકારા પોલીસ પહોંચી હતી. તેમાં બહાદુર પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાએ જીવના જોખમે બે બાળકોને ખભે બેસાડી રેસ્કયુ કર્યા હતા. જેની બહાદુરી અને કર્તવ્યને સૌએ બિરદાવી હતી. અગાઉ જીલ્લા એસપી દ્વારા પણ તેમનું સન્માન કરાયું હતું. આજે વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેંજ આઈજી સંદીપસિંહ મોરબી પધાર્યા હતા. ત્યારે આઈજીના હસ્તે આ પોલીસ જવાનને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.