રાજકોટના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ - પોલીસ પર પથ્થરમારો
રાજકોટ: દેશમાં હાલ નાગરિકતા કાયદાનો અમુક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ અને વડોદરામાં કાયદાનો વિરોધ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થવાની ઘટના સામે આવતા રાજકોટ પોલીસ પણ એલર્ટ થઈ છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા સદરબજાર, ભીષતીવાળ, જંગલેશ્વર જેવા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.