રાજકોટમાં 300 લોકો સામે પોલીસ ફરિયાદ, બેડી માર્કેટિંગ યાર્ડ બંધ - રાજકોટના તાજા સમાચાર
રાજકોટ: બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી હતી. જેથી પોલીસે 30થી વધુ વેપારીઓ, ખેડૂતો અને મજૂરોની અટકાયત કરી છે. જ્યારે 300થી વધુ ઈસમો સામે ફરિયાદ દાખલ કરી છે. મંગળવારે બેડી માર્કેટિંગ યાર્ડ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશો દ્વારા મંગળવારે બેઠક બોલાવવામાં આવી હતી.