મોડાસામાં દિવ્યાંગ દંપતી આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે અટકાયત કરી
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજનાનો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાય તે પહેલા ખાનગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પા પંજવાણી અને તેમના પતિએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા પોલીસ હરકતમાં આવી હતી. દિવ્યાંગ દંપતી આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દંપતીની માગ છે કે, તેમના રહેણાંક વિસ્તારમાં રસ્તા પર કરેલા દબાણને કારણે તેમને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જે હટાવવામાં આવે. આ અંગે અરવલ્લીના અધિકારીઓ સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જે કારણે કંટાળીને મોડાસા ટાઉન હોલ ખાતે આત્મવિલોપન કરવા માટે પહોંચતા મોડાસા ટાઉન પોલીસે દિવ્યાંગ દંપતીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.