લોક સાહિત્યકાર પિયુ ગઢવીએ ગીત દ્વારા ગુજરાત પોલીસને બિરદાવી... - પિયુ ગઢવી
વડોદરાઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-19 કોરોનાં વાઈરસે હવે, ભારત દેશમાં પણ દસ્તક દીધી છે. દરરોજ સરેરાશ 500 કરતાં વધુ પોઝિટિવ કેસ દેશમાં નોંધાઈ રહ્યા છે. ગુરુવારે કોરોનાના કારણે 33 લોકોના જીવ ગયા હતા. દરમિયાન ગુજરાત રાજ્યમાં ગુરુવારે એક જ દિવસમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં 94નો ઉછાળો થઈ કુલ પોઝિટિવ કેસ 281 થયા છે. ત્યારે, કોરોનાના ખોફ વચ્ચે પણ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે ખડેપગે રહી ગુજરાત પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. ગુજરાત પોલીસને બિરદાવવા માટે જાણીતા ગુજરાતી લોક સાહિત્યકાર અને ડાયરા કલાકાર પિયુ ગઢવીએ ગુજરાત પોલીસ માટે " જેને દેશભક્તિની ટેક છે એ ગુજરાત પોલીસ લાખોમાં એક છે "નું ખાસ ગુજરાતી ગીત બનાવી ગુજરાત પોલીસને બિરદાવી હતી. આ ઉપરાંત પોતાના ગીતના માધ્યમથી લોકોને પણ કોરોનાંથી ભયભીત થવાની જરૂર નથી ઘરમાં રહી સાવચેતી રાખવા અપીલ પણ કરી હતી.