પાટણ HNG યુનિવર્સીટી કેમ્પસમાં ફાયર સ્ટાફની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી યોજાઈ - નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની ભરતી
પાટણ : રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની ભરતી માટેની શારિરીક ક્ષમતાની કસોટી જિલ્લા મથક પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે લેવામાં આવી રહી છે. આ અગાઉ પાટણ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જોનની 6 નગરપાલિકાઓ, ભાવનગર ઝોનની 3 નગરપાલિકાઓ, રાજકોટ ઝોનની 8 નગરપાલિકાઓ તેમજ અમદાવાદ ઝોનની 4 નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની ભરતી માટેની પરીક્ષાઓ યોજવામાં આવી હતી. ત્યારબાદ 1લી ઓક્ટોબરથી રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટીનો અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે.
Last Updated : Oct 3, 2021, 9:51 PM IST