મંજુરી વગર બાયોડિઝલ વેચતા લોકો સામે કાર્યવાહી કરવા પેટ્રોલપંપ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી
બોટાદઃ જિલ્લાના પેટ્રોલ પમ્પના સચાલકોએ બાયોડિઝલના બેફામ વેચાણ સામે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. ડીઝલ કરતાં ૧૫ રૂપિયા ઓછા ભાવે ભેળસેળયુક્ત બાયોડિઝલનું વેચાણ અમુક લોકો દ્વારા કરવામાં આવતા પેટ્રોલ પમ્પ સંચાલકોને અને સરકારને નુકસાન થઈ રહ્યું છે. બાયોડિઝલના વેચાણને કારણે પમ્પ સચાલકોના વેચાણમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. બાયોડિઝલ જેવા પર્દાથનું વેચાણ કરી રહેલા લોકો પાસે કોઇપણ જાતની મંજુરી કે લાઈસન્સ નથી. આવા લોકો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી પમ્પ સચાલકોએ માગણી કરી હતી.