દ્વારકાના નાગેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર દર્શન કરવા લોકો ઉમટ્યા - નાગેશ્વર જ્યોતિર્લિંગ
મહાશિવરાત્રીનો દિવસે દેશભરના તમામ શિવાલયો ભોળાનાથના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે, દ્વારકા નજીક આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તોએ જળાભિષેક અને દૂધાભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.