સાપુતારામાં નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી - ડાંગ લેટેસ્ટ ન્યૂઝ
ડાંગઃ 31 ડિસેમ્બરે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેર ઉજવણી કે ખાનગી પાર્ટી કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. સાપુતારા ખાતે આ નિયમનું પાલન કરાવવા માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. 2020 ને વિદાય અને 2021 ને આવકારવા માટે લોકોમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. સામન્ય રીતે દર વર્ષે થર્ટી ફર્સ્ટની રાત્રે ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં લોકો પાર્ટી કરવા માટે આવતા હોય છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્થાનિક હોટલ સંચાલકો પણ આજના દિવસે નવા વર્ષને આવકારવા મોટું આયોજન કરે છે. જોકે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ ઉત્સવો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને અન્ય પ્રવાસન સ્થળોની જેમ સાપુતારા ખાતે પણ કોઈ કાર્યક્રમનું આયોજન થયું નથી.