ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા તીબેટીયન માર્કેટમાં ડુપ્લીકેટ કપડાનું વેંચાણ કરતા 8 તીબેટીયનોની અટકાયત - વડોદરાના રાજમહેલ રોડ તીબેટીયન માર્કેટમાં ડુપ્લીકેટ કપડાંનું વેચાણ

By

Published : Jan 12, 2020, 12:57 PM IST

વડોદરા : શહેરમાં નેત્રીકા કન્સ્ટ્રલટિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની તરફથી રાજમહેલ રોડ તીબેટીયન માર્કેટની દુકાનોમાં તેઓની કંપનીના રેડીમેડ કપડાંની પ્રોડક્ટનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતી મળતા શહેર પી.સી.બી એ સુપર ડ્રાય કંપનીના ફિલ્ડ એક્ઝિક્યુટિવ સની જૈનને સાથે રાખી તીબેટીયન માર્કેટમાં રેડ કરી હતી. જેમાં 9 દુકાનોમાંથી કંપનીના ડુપ્લીકેટ માર્કા વાળા ટી-શર્ટ, જેકેટ, પેન્ટ, શર્ટ મળી 312 નંગ મળી આવ્યા હતા. જે બનાવ સંદર્ભે PCB પોલીસે 8 તીબેટીયનોની અટકાયત કરી હતી. જેમાં 4,92,500 રૂપિયાનો મુદ્દામાલ રાવપુરા પોલીસ મથકને હવાલે કરતા રાવપુરા પોલીસે તેઓ વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધાવાની તજવીજ હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details