પાટણમાં યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ વોલેન્ટીયર પ્રોગ્રામ યોજાયો - gujarati news
પાટણઃ યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ વોલેન્ટીયર પ્રોગ્રામ અંતર્ગત 9 રાજ્યો અને 3 દેશોના વોલેન્ટીયરનું એક ગ્રુપ શનિવારે પાટણ ખાતે રાનીની વાવ નિહાળવા આવી પહોચ્યું હતું. જેમનું યુનીવર્સીટીના કન્વેક્શન હોલ ખાતે કુલપતિ ડૉ,અનીલ નાયકની ઉપસ્થિતિમાં આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પાટણની રાનીની વાવનો અભ્યાસ કરશે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને હેરીટેજ સ્થળોની જાળવણી અને સરક્ષણ માટે પ્રોત્સાહિત કરશે. આ ટીમ 10 દિવસ માટે પાટણમાં રોકાશે અને સ્વચ્છતા ઝુંબેશ, હેરીટેજ વોક સહિત વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજશે. રાજ્ય સરકાર, યુનીવર્સિટી અને NGOના સહયોગથી વિશ્વ કક્ષાએ યુનેસ્કો દ્વારા આવા કાર્યક્રમ યોજવામાં આવે છે. આ પ્રસંગે બાંગ્લાદેશ અને વિયતનામના વોલેન્ટીયરે પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.