પાટણના તબીબો પણ ડોક્ટર્સની હડતાલમાં જોડાયા, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - PTN
પાટણઃબંગાળના કલકત્તામાં સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા તબીબ પર થયેલા ઘાતકી હુમલાના પગલે સમગ્ર દેશમાં તબીબી ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, અને દેશ વ્યાપી તબીબો હડતાલ પર ઉતારી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે પાટણમાં પણ તેની અસર જોવા મળી હતી. પાટણ મેડીકલ એસોસીએસન દ્વારા 24 કલાક માટે તમામ હોસ્પિટલ, લેબોરેટરી, એેકસરે કલીનીકો બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ કલેકટરને આવેદનપત્ર આપી આ ઘટના નો વિરોધ દર્શાવ્યો હતો