ઉપરકોટની બૌદ્ધ ગુફાઓમાં યાત્રિકો માહિતીથી વંચિત... - information
જૂનાગઢ: પહેલી અને બીજી સદીમાં બનાવવામાં આવેલી અને જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં સ્થાપિત બૌદ્ધ ગુફાઓ આજે અનેક પ્રવાસીઓને આકર્ષી રહી છે, પરંતુ આ ગુફાઓમાં યાત્રીકો માટે કોઈ માહિતી દર્શક સાધન ન હોવાથી થોડીક ઉણપ જોવા મળી રહી છે. સમ્રાટ અને ચક્રવર્તી રાજા અશોકના સમયમાં ઉપરકોટ કિલ્લામાં કોતરવામાં આવેલી બૌદ્ધ ગુફાઓ આજે ભારતનો પ્રાચીન ઇતિહાસ અને ઉત્કૃષ્ટ સ્થાપત્યનો બેનમૂન ઉદાહરણ પૂરું પાડી રહી છે. જો તંત્ર દ્વારા બૌદ્ધગુફા પરિસરમાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ થકી યાત્રિકોને માહિતી પુરી પાડવામાં આવે તો સોનામાં સુગંધ ભળે.