લોકડાઉનના ચોથા તબક્કામાં મળેલી શરતી છૂટછાટથી દેવભૂમી દ્વારકાના વેપારીઓને આંશિક રાહત - Shops open
દેવભૂમી દ્વારકાઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનને લીધે વેપાર ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટ બાદ જન જીવન ફરી પાટે ચડવાની આશા જાગી રહી છે. ત્યારે જિલ્લામાં પણ નાના વેપારીઓએ ફરીથી ધંધા-રોજગાર રાબેતા મુજબ ચાલુ થઇ જશે એવી આશા સાથે મંગળવારે પોતાની દુકાનો ખોલી છે, જો કે યાત્રાધામ દ્વારકા મોટેભાગે યાત્રાળુ ઉપર જ નિર્ભર હોવાથી ધંધા રોજગાર રાબેતા મુજબ થતા હજુ સમય લાગશે એવું જણાઈ રહ્યું છે.