નડિયાદમાં શૈક્ષણિક ફી માફ કરવા વાલીઓએ કરી માંગ - sharada mandir school
ખેડા: નડિયાદની શારદા મંદિર સ્કૂલ દ્વારા માર્ચ એપ્રિલ માસની ફી માંગવામાં આવતા વાલીઓએ શાળાએ પહોંચી સંચાલકોને ફી માફી માટે રજૂઆત કરી હતી. જો કે, શાળા સંચાલકો દ્વારા આર્થિક સંકડામણ હોય તેવા વાલી અરજી કરશે તો હપ્તાથી ફી ભરવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.