અમદાવાદના દોલતરામ મંઘનદાસ જવેલર્સના માલીકે ગ્રાહકો સાથે કરી લાખોની ઠગાઈ - ગ્રાહકો સાથે છેતરપિંડી
અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી દોલતરામ મંઘતરામ જવેલર્સે ગ્રાહકો પાસેથી જૂનું સોનુ લઈ નવા સોનાના દાગીના બનાવી આપવાના બહાને 100 કરતા વધુ ગ્રાહકોની સાથે આશરે 50 લાખ કરતા વધુની ઠગાઈ કરી(owner of jewelers swindled millions from customers) છે. જે પણ ગ્રાહકો આનો શિકાર બન્યા છે તે તમામ લોકોએ દુકાન પર આવીને ઘેરાવો કર્યો હતો અને પોતાના પૈસા પાછા આપવા માટે પણ જણાવ્યું હતું. ગ્રાહકોની ભીડ એકત્ર થતા પોલીસને ફોન કરતા એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે આવી હતી. પોલીસે ભોગ બનનાર(Fraud with customers) લોકોના નિવેદન કરી ઘરે મોકલી આપ્યા હતા અને જવેલર્સનો માલિક ભાગી જતા તેની શોધખોળ હાથ ઘરવામાં આવી છે.