CAA કાયદો લાવવા બદલ મોરબીના લોકોએ PM અને ગૃહપ્રધાનને 35000થી વધુ અભિનંદન પત્રો મોકલ્યા - CAAનું સમર્થન
મોરબીઃદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ દ્વારા સીએએ કાયદો લાવીને વિવિધ દેશોમાં પીડિતોને ભારતની નાગરિકતા આપવાની પહેલ કરવામાં આવી છે. જેને પગલે મોરબી જીલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન અને ગૃહપ્રધાનને અભિનંદન પત્રો લખવાનું અભિયાન ચલાવ્યું હતું. મોરબી જીલ્લામાંથી 35000થી વધારે પત્ર લખવામાં આવ્યા હતા. આ પત્રો જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જમા કરાવ્યા હતા. બુધવારે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી જ્યોતીસિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ, ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, ચંદુભાઈ હુંબલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ પત્રો મોરબી પોસ્ટઓફીસ ખાતે જમા કરાવ્યા હતા