મોરબીની સબ જેલમાં ધૂન-સત્સંગનું આયોજન, કેદીઓ બન્યા આધ્યાત્મિક - જે વી પરમાર
મોરબીઃ જિલ્લાની સબ જેલમાં કેદીઓ ગુનાખોરીને ત્યજીને સામાન્ય પ્રવાહમાં ભળી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરુપે મોરબીની સબ જેલમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ધુન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેદીઓ મન મુકીને ઝુમ્યા હતા. સબ જેલના જેલર જે.વી પરમારના માર્ગદર્શન હેઠળ શુક્રવારે આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરનો ધૂન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેદીઓમાં સદભાવ કેળવવા અને તેમને સારા માર્ગ તરફ દોરી જવાનો હતો. જેમાં કેદીઓ પણ આધ્યાત્મિક્તાના રંગે રંગાયા હતા. સબ જેલના કાર્યક્રમમાં જેલર જે વી પરમાર ઉપરાંત સ્ટાફના પી એમ ચાવડા, સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા, આર્ટ ઓફ લિવિંગ સંસ્થામાંથી જયરાજસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા અને ભાવેશભાઈ કણઝારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના સુન્ની મુસ્લિમ સમાજે સબજેલમાં ટીવીની ભેટ પણ આપી હતી