રાજકોટના દેરડી(કુંભાજી) ગામે વરૂણ દેવને રીઝવવા 500 કિલો લાડુ બનાવ્યા - Saurashtra
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાં સમયથી મેઘરાજાનું આગમન ન થતાં જગતના તાત ચિંતાતૂર બન્યા છે. હવે મેઘરાજા મન મૂકીને વરસે તે માટે ઠેર-ઠેર રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે મેઘરાજાને મનાવવા માટે પંચધ્વજ હનુમાનજી યુવક મંડળ અને ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા રામધૂન બોલાવી ગામના આર્થિક સહયોગથી 500 કિલો જેટલા કૂતરા અને ગાયોના જમણવાર માટે લાડું બનાવવામાં આવ્યા હતા.