ભરૂચ: નર્મદા નદીનું વહેણ મુખ્ય ધારાથી દુર થતા માછીમારોનો વિરોધ - ભરૂચ તાજા સમાચાર
ભરૂચઃ નર્મદા નદીનું વહેંણ મુખ્ય ધારાથી દુર થતા માછીમારોને મુશ્કેલી બાબતે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કલેકટરને આવેદનપત્ર પાઠવી નર્મદા નદીનું વહેણ ભરૂચ તરફ વાળવા કુત્રિમ નહેર બનાવવામાં આવે એવી માગ કરી હતી. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા ભરૂચ નજીક નર્મદા નદી કિનારથી 1 થી 2 કિલોમીટર સુધી અંદર જતી રહી છે અને નર્મદા નદીનું વહેણ અંકલેશ્વર તરફ વળતા કાંઠા વિસ્તારની જમીનોમાં ભારે ધોવાણ થયું છે. નર્મદા નદીનું વહેણ કિનારાથી દુર થતા માછી મારોને માછીમારી કરવામાં તકલીફ પડી રહી છે.