વડોદરામાં કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા ન ફાળવાતા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો - વડોદરા મહાનગરપાલિકા
વડોદરાઃ શહેરના ચોખંડી રોડ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા 20થી વધુ કેબીનો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જો કે, આ કેબીનો હટાવ્યા બાદ આજદિન સુધી કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નહીં આવતા કેબીન ધારકોએ તંત્ર વિરુદ્ધ દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાલી કરાયેલી જગ્યામાં લારીઓ ઉભી થઈ જતાં તંત્રની નીતિ સામે આક્રોશ ઠાલવ્યો હતો. વૈકલ્પિક જગ્યા ફાળવે અથવા તો તે જ સ્થળ પર પુનઃ કેબીનો લગાવાની પરવાનગી આપે તેવી માગ કેબીન ધારકો કરી રહ્યા છે.