આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે નવસારીના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - ETV Bharat News
નવસારીઃ કોરોના મહામારીમાં રાજ્યમાં નવરાત્રીનું આયોજન થવુ જોઇએ કે નહી તે અંગે નવસારીના જાણીતા અને લોક સંગીત સાથે સંકળાયેલા સંગીતકાર નિલેશ પટેલે ETV ભારતને જણાવ્યું કે કોરોના કાળમાં નવરાત્રીનું આયોજન થવું ન જોઈએ, કારણ કે ગરબામાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવુ મુશ્કેલ છે. નવરાત્રી કરવા ઘણા લોકો રસ્તો બતાવે છે, પણ એની સંભાવનાઓ ઘણી ઓછી દેખાય છે. કલાકારો માટે નવરાત્રી આર્થિક રીતે સૌથી મોટો સપોર્ટ હોય છે, પણ આ સ્થિતિમાં સુરક્ષા પણ જરૂરી છે.