આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે ખેડાના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય...
ખેડાઃ કોરોના મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં દર વર્ષે યોજવામાં આવતા રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવને રદ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા કક્ષાએ પણ નવરાત્રીનું આયોજન થવું જોઈએ કે કેમ તે અંગે ખેડા જિલ્લાના જાણીતા લોકગાયક હર્ષદાન ગઢવીએ ETV ભારતને જણાવ્યું કે, કોરોના મહામારીને પગલે અનેક કલાકારોની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે મહામારીના સમયમાં જિલ્લાકક્ષાના મોટા આયોજનો થતા હોય છે, તે તો ન જ થવા જોઇએ. પરંતુ જો ક્યાંક જે વિસ્તાર સંક્રમિત નથી તેવા વિસ્તારમાં નાના કક્ષાએ શેરી ગરબા જેવા આયોજનો થતા હોય તો સરકારી ગાઈડલાઈનના પાલન સાથે નાના આયોજન થવા જોઇએ.