આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે બનાસકાંઠાના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - બનાસકાંઠા
બનાસકાંઠાઃ સમગ્ર ભારતભરમાં કોરોના વાઈરસની મહામારીમાં દરેક વ્યવસાય ભાંગી પડ્યા છે. ત્યારે કોરોના વાઈરસની અસર બનાસકાંઠા જિલ્લામાં વસતા કલાકારો પર પણ જોવા મળી રહી છે. કોરોના વાઈરસના કારણે બનાસકાંઠા જિલ્લામાં લગ્ન સીઝન પણ ફેઈલ ગઈ છે. જેમાં ગાયક કલાકારોને મોટું નુકસાન આવ્યું છે. ત્યારે આગામી સમયમાં હિન્દૂ ધર્મનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી આવી રહી છે. પરંતુ કોરોના વાઈરસના વધતા જતા કેસોના કારણે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી ઉત્સવ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં વસતા ગાયક કલાકારોની હાલત કફોડી બની છે. ત્યારે હાલ બનાસકાંઠા જિલ્લાના કલાકારો એક જ માંગ કરી રહ્યા છે. કે જે ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી થવી જોઈએ.