બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા સંચાલકો પર વધુ એક સંકટ, બહારથી આવતો ઘાંસચારો થયો બંધ - ડીસાના તાજા સમાચાર
બનાસકાંઠા: જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ પાસેથી ઘાંસના વેપારીઓએ લેખિતમાં ઉઘરાણી શરૂ કરી છે અને તેના લીધે હવે બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળાઓ પર સંકટ ઘેરું બનતું જઇ રહ્યું છે. લોકડાઉનના કારણે દાનની આવક બંદ થતાં ગૌશાળાઓ દેવાદાર થઈ ચૂકી હતી અને તેના લીધે જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ સહાય માટે માગ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સહાય આપવામાં નહીં આવતાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને સરકાર સામે આંદોલન છેડવાની નોબત આવી હતી, ત્યારે હવે ઘાંસ ચારાના વેપારીઓએ અગાઉના બાકી નાણાં ના ચૂકવાય ત્યાં સુધી ઘાંસ આપવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી છે.