શ્રાવણના પ્રથણ સોમવારે અંબાજીમાં 4200 શિવલિંગોની પૂજા કરાઈ - બનાસકાંઠામાં શિવની પૂજા
બનાસકાંઠાઃ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે શિવાલયોમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેથી શિવભક્તો એકાંતમાં જ પૂજા કરી રહ્યા છે. જો કે, શ્રાવણ મહિનામાં ચિંતામણી મહાદેવજીની પાર્થેશ્વર પૂજાનું વિશેષ મહત્વ છે. જેમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવાલાખ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. અંબાજીમાં પણ શિવભક્તો દ્વારા કાળી માટીના નાના-નાના હજારો શિવલિંગ બનાવી તેની પૂજા શરૂ કરવામાં આવી છે. શ્રાવણ મહિનામાં સવાલાખ શિવલિંગની પૂજા પૂર્ણ કરવા માટે દરરોજ 4200 જેટલા નાના શિવલિંગો બનાવી તેને વિવિધ યંત્ર સ્વરૂપે ગોઠવી પૂજા કરાય છે. આજે પ્રથમ સોમવારે નાગપાસ યંત્ર બનાવી પૂજા કરી બિલિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.