દશેરાના દિવસે ખીજડના વૃક્ષના પુજનનું છે વિશેષ મહત્વ
બનાસકાંઠાઃ દશેરાના દિવસે હથિયારના પુજનનું વિશેષ મહત્વ છે. આ દિવસે સમીના વૃક્ષનું પણ તેટલું જ મહત્વ હોવાથી અંબાજીમાં હથિયાર સાથે સમી એટલે કે ખીજડાના વૃક્ષનું પણ પુજન કરવામાં આવે છે. પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન પોતાના હથિયારો સમીના વૃક્ષ ઉપર સંતાડયા હતા. તેમણે પણ સમીના વૃક્ષને હથિયારોનું દશેરાના દિવસે પુજન કર્યુ હતુ.જેથી સમીના વૃક્ષનું આજે પણ પુજન કરવામાં આવે છે. સમીના વૃક્ષને લક્ષ્મીમાતાનું સ્વરૂપ માનવામાં આવે છે.