રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો - ગોંડલ
રાજકોટ: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે ધીમીધારે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. રાજકોટના ગોંડલ, જેતપુર અને ધોરાજી વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિતા જોવા મળી હતી. હાલ ખેતરમાં ઘઉં, ચણા, જીરું, ડુંગળી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદ થવાને પગલે ખેડૂતને નુકશાન થવાની ભીતિ છે.