વડોદરામાં લાભાર્થીઓએ નાણાં ચૂકવ્યા પરંતુ આવાસ યોજનાના મકાનો ન મળતાં લાભાર્થીઓમાં રોષ - latestgujaratinews
વડોદરા: શહેરમાં પાલિકાના વહિવટી તંત્રના અધિકારીઓની અણઆવડતનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. સયાજીપુરા ટાઉનશીપ સામે નિર્માણ થઇ રહેલા EWSના આવાસોના લાભાર્થીઓએ ત્રણ વર્ષના હપ્તા પૂર્ણ કરી દીધા છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે હજુ આવાસોની કામગીરી પૂર્ણ ન થઈ હોવાનું સામે આવ્યું છે. લાભાર્થીઓએ પાલિકા તંત્રના અણઘડ આયોજન સામે નિર્માણ થઈ રહેલા EWS આવાસો ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરી ઉપવાસ આંદોલન છેડયું છે. જ્યાં સુધી વડોદરા શહેરના સાંસદ, મેયર, ધારાસભ્ય અને કોર્પોરેટર લેખિતમાં મકાનો આપવાની બાંહેધરી નહીં આપે ત્યાં સુધી ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.