મોરબી જિલ્લા પોલીસની ઉમદા કામગીરી : દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાના બાળકને દત્તક લઇ ઉઠાવશે તમામ ખર્ચ - woman victim of rape
મોરબી : જિલ્લા પોલીસે દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાના 4 વર્ષીય બાળકને દત્તક લઈને અભ્યાસથી માંડી તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે. મોરબી જિલ્લા SP એસ. આર. ઓડેદરા, Dy. SP રાધિકા ભારાઈ તેમજ પ્રોબેશન SP અભિષેક ગુપ્તા, Dy. SP મુનાફખાન પઠાણ તેમજ જિલ્લાના PI અને PSI સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા SPએ પત્રકાર પરિષદમાં પોલીસના માનવતાવાદી અભિગમ વિશે માહિતી આપી હતી. જેમાં તાજેતરમાં હળવદમાં મહિલા સાથે દુષ્કર્મ અને તેનો વીડિયો વાયરલ થયો હતો. આ બનાવ બાદ ભોગ બનનારી મહિલાને એક બાળક હોય જેના ભવિષ્યની ચિંતા કરીને મોરબી જિલ્લા પોલીસે આ બાળકને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો.