રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણને લઈને 4 દિવસ સુધી શાકમાર્કેટ બંધ
નર્મદાઃ જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ વધી રહ્યું છે અને જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 130ને પાર કરી છે. ઉપરાંત સંક્રમિત થયેલા દર્દીઓના સગા અને વિસ્તારના લોકોને જ કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે. ત્યારે આજથી રાજપીપળાનું શાક માર્કેટ ચાર દિવસ સુધી સદંતર બંધ રહેશે શાકમાર્કેટ એસોસીએસનનો પ્રમુખ અબ્દુલહુસેન તાઈના જણાવ્યા અનુસાર રાજપીપળામાં હવે કોરોનાની મહામારીએ પગ પેસારો કરી દીધો છે અને શાકમાર્કેટમાં સવારથી સાંજ સુધી ખુબ જ ગળદી રાહે ઈચ્છે ત્યારે કોરોનાનું આ સંક્રમણ વધારે ના ફેલાય તે માટે ચાર દિવસ શાક માર્કેટ સદન્તર બન્ધ રહેશે અને આગામી 23 તારીખથી કોવીડ 19ના સરકારી નિયમો અનુસાર માર્કેટ શરૂ કરાશે.