શામળાજી મંદિરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી - શામળાજી
અરવલ્લી: જિલ્લાના શામળાજી મંદિરમાં રવિવારના દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય થયા હતા. દર વર્ષની જેમ ભગવાનને વિવિધ વાનગી બનાવી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાન શામળિયાના અન્નકૂટના દર્શન માટે પણ ભારે ભીડ જામી હતી,. અન્નકૂટમાં ખાસ ભાતનો ગોવર્ધન બનાવી વૈદિક મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને ખાસ સોનાના આભૂષણોનો શણગાર પહેરાવવામાં આવ્યો હતો.