અંકલેશ્વર-રાજપીપળા રોડ પર સિક્યુરીટી ગાર્ડનો મૃતદેહ મળી આવતા ચકચાર - nepal-security-guards-dead-body-found-on-ankleshwar-rajpipla-road
ભરૂચ: અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલી મંગલદીપ સોસાયટી નજીકથી મૂળ નેપાળનાં સિક્યુરીટી ગાર્ડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલી મંગલદીપ સોસાયટી નજીક યુવાનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ સ્થાનિકોને થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરતા મૃતદેહ મૂળ નેપાળનાં અને હાલ ઝઘડીયાના દધેડા ગામમાં રહેતા નેત્ર બહાદુર શાહનો હોવાનું બહાર આવ્યું હતું. નેત્ર બહાદુર શાહ ખાનગી કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. જો કે, તેને નશો કરવાની ટેવ હોય થોડા દિવસો અગાઉ જ તેને છૂટો કરવામાં આવ્યો હતો. ત્યારે તેના મોત અંગે ઘણા સવાલો ઊભા થયા છે. ત્યારે વણઉકેલ્યા સવાલોના જવાબ મેળવવા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે.