NCPમાં નવી નિમણૂકનો દોર શરૂ, રેશ્મા પટેલ ગુજરાતના મહિલા પ્રમુખ અને નવા પ્રવક્તા બન્યા - એનસીપી ગુજરાત
અમદાવાદઃ ગુજરાતમાં NCP પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે. મહિલા પ્રમુખ, યુવા પાંખ સહિત અન્ય જગ્યાએ તમામ લોકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રેશ્મા પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. NCPમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ કેટલાક નેતાઓએ પક્ષ છોડી દીધો હતો જે બાદ અમદાવાદ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ જયંત બોકસીએ પાર્ટીના હોદ્દેદારો અને નવા નેતાઓની નિમણૂક કરી છે. રેશ્મા પટેલને મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે સાથે જ તેમની પ્રદેશ પ્રવક્તાના હોદ્દા પર પણ નિમણૂક કરાઇ છે. જ્યારે યુવા પ્રમુખ તરીકે મહિપદસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થી પાંખમાં ફારૂકી અને રાજુ ત્રિવેદીની સેવાદળમાં નિમણૂક કરવામાં આવી છે.