અરવલ્લીમાં જન જાગૃતિ નવરાત્રી યોજાઇ, વિવિધ સંદેશા આપતી થીમ મળી જોવા - નવરાત્રી સમાચાર
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં પરંપરાગત અને મોર્ડન નવરાત્રીની ઉજવણીમાં લોકોમાં જાગૃતિ લાવવા એક અનોખી થીમનું આયોજન કરવામાં આવ્યુ છે. સાતમા નોરતે આનંદપુર કંપા નવરાત્રીમાં કંપાના રહીશો અને મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સ્વચ્છતા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સંદેશો આપતી થીમ પર ખૈલયાઓ ગરબે રમતા જોવા મળ્યા હતા. તેમજ ભગવાન સાંઇ બાબાથી લઇને દેશના વીર શહીદો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ક્રિકેટર તથા ભારતમાં રહેતાં વિવિધ જ્ઞાતિ અને કોમના લોકોની ઝાંખી પણ અહીં જોવાં મળી હતી.