પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પ્રકૃતિ પૂજન, દેશ-વિદેશના અનેક લોકો ઓનલાઈન જોડાયા - Tree worship
ગીર સોમનાથઃ હિન્દુ આધ્યાત્મિક અને સેવાસંઘ તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા લોકો ઘરે બેઠા પ્રકૃતિ વંદના કરી શકે, વૃક્ષનું પૂજન કરી શકે તે માટે ઝુમ એપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં દેશ-વિદેશના લોકો જોડાયા હતા અને આ પ્રકૃતિ વંદના કાર્યક્રમમાં પૂજા કરી હતી. સોમનાથ ટ્રસ્ટે તુલસીજીની પૂજા કરી આ કાર્યક્રમમાં જોડાઈ પ્રકૃતિ વંદના મારફતે લોકોને પર્યાવરણ જાગૃતિ અંગે મેસેજ આપ્યો હતો.