Natural farming In Patan : પાટણ જિલ્લાના મોટીચંદુર ગામે ખેડૂતે પ્રથમવાર પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંનું કર્યું વાવેતર - અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી
પાટણ જિલ્લાના મોટીચંદુર ગામના પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ વાઢેરે છેલ્લા ત્રણ વર્ષથી રાસાયણીક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી (Natural farming In Patan) કરી રહ્યા છે. ચાલુ વર્ષે તેઓએ એક નવું સાહસ કર્યું છે અને પોતાના બે વીઘા ખેતરમાં સૌપ્રથમવાર ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉંને કુદરતી રીતે નાઇટ્રોજન મળી રહે તે માટે તેઓએ ઘઉંની સાથે ચણાનું પણ વાવેતર કર્યું છે. પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.