નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો - રાજપીપલા શહેર
નર્મદાઃ જિલ્લામાં 5 તાલુકામાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 8 ઈંચ વરસાદ વરસતા રાજપીપળા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી સ્થાનિકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. રાજપીપળા શહેરના કાછીયાવાડ, સ્ટેશન રોડ, સત્યમ નાગર સોસાયટી, રાજેન્દ્ર નગર સોસાયટીના ઘર સુધી પાણી આવી ગયા હતા. ત્યારે તંત્ર પણ આ સોસાયટીમાં ફરકવા પણ ન આવતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે. જોકે નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.