ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના આક્ષેપોનો નગરપાલિકા પ્રમુખે જવાબ જડબાતોડ જવાબ - નગરપાલિકા પ્રમુખ
જૂનાગઢઃ કેશોદના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયા પર આક્ષેપ લગાવ્યા હતા કે, સસ્તી પ્રસિદ્ધિ માટે નગરપાલિકા દ્વારા વેરો માફીના પેમ્પલેટ છપાવી જાહેરાત કરવામાં આવી રહી છે, જે ખોટી જાહેરાતો કરી ખોટો જશ મેળવવા માટેના હવાતિયા મારવાનો પ્રયાસ છે. જે બાબતે નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયાએ જનતા જોગ સંદેશ આપી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી.