જલારામધામ વીરપુરમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ કરી અમિત શાહની પ્રશંસા - વીરપુર દ્રિ શતાબ્દી મહોત્સવ
રાજકોટ: જિલ્લાના વીરપુર જલારામધામમાં દ્રિશતાબ્દી મહોત્સવમાં મોરારિબાપુની રામકથામાં મોરારીબાપુએ ગૃહુપ્રધાન અમિત શાહની પ્રશંસા કરી હતી. તેમણે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આપણા ગૃહપ્રધાન બહુ જ સારા છે. તેઓ શેર બોલી જવાબ આપે છે કે, 370 કો યે લોગ ક્યા જાને, એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે.