આણંદની બેઠક પર મળી શકે છે ભાજપને ઐતિહાસિક જીત, 1,27000 મતોથી ભાજપની લીડ - ભાજપ
આણંદ: સમગ્ર દેશમાં આજે લોકસભાની ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી ચાલી રહી છે. ત્યાર આણંદની બેઠક પર હાલ સુધીમાં 6 લાખ જેટલા મતોની ગણતરી થવા પામી છે. જેમાં 1,27, 440 જેટલા જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલના નામે નોંધાયા છે. અત્યાર સુધીમાં આમતો આણંદની બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી જો કે, આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવાર ભરતસિંહ સોલંકી જનતાને રિજવવામાં ક્યાંકને ક્યાંક ઓછા જણાઇ રહ્યાં છે. ત્યારે આણંદની બેઠક પરથી ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થશે તેવું જણાઇ રહ્યું છે.