ગુજકોસ્ટ આયોજીત રૂરલ IT ક્વિઝ કોમ્પિટિશન-2020માં મોડાસાની વિદ્યાર્થિની ઝળકી - arvalli based girl comes first in gujcost competition
મોડાસા: વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કાર્યની સાથે સાથે બુદ્ધિક્ષમતા વિકસે અને વૈજ્ઞાનિક વિષયોનુંં જ્ઞાન કેળવાય, તે માટે ગુજકોસ્ટ દ્વારા દર વર્ષે ક્વિઝ સ્પર્ધા યોજાય છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને લીધે ગુજરાતની શાળાઓમાં ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ક્વિઝ કોમ્પિટિશન પણ ઓનલાઈન યોજવામાં આવી હતી. આ સ્પર્ધા માટે ગુજરાતના 1165 વિદ્યાર્થીઓમાંથી 200ની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી કે.એન. શાહ મોડાસા હાઇસ્કૂલની વિદ્યાર્થિની પલ મોદી પ્રથમ આવી છે. દીકરીની આ સિદ્ધી બદલ તેના પરિવારજનોમાં પણ આનંદની લાગણી છે.