રાજ્ય કૃષિ પ્રધાન મુકેશ પટેલે ઓલપાડ તાલુકામાં જન આશીર્વાદ યાત્રા યોજી - ઓલપાડ
ઓલપાડ: ઓલપાડ તાલુકાના કીમ ખાતેથી રાજ્ય કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન મુકેશ પટેલ એ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી હતી. અને તાલુકાનાં અલગ અલગ ગામડાઓમાં ફરી હતી. કીમ સહિત તાલુકાના ભાજપના કાર્યકરોએ કીમ સહકારી જિન ખાતે પ્રધાન મુકેશ પટેલનું માજી પ્રધાન ઈશ્વર પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સહિત તાલુકા અને જિલ્લાના આગેવાનો સહિત વિવિધ સમાજના આગેવાનોએ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. પ્રઘાન બન્યાને 22 દિવસ બાદ પોતાના વિધાનસભા મતક્ષેત્રમાં આવ્યા હતા. ત્યારે તેઓએ જણાવ્યું કે, પ્રધાન બનવું એ બહુ મોટી જવાબદારીનું કામ છે. ત્યારે નાના કાર્યકરથી માંડી પ્રધાન સુધીના તમામ કાર્યકરોએ નિષ્ઠા પૂર્વક કાર્યને સમર્પિત થવાનું છે.